કડાણા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવી ખેડૂત, અને મોંઘવારી બાબતે રેલીનુ દિવડા ખાતે આયોજન કરવામાં આવ્યુ.
સરકાર સામે સુત્રોચાર કરવામાં આવ્યાં હતા.પેટ્રોલ ડીઝલના સતત રોજબરોજ વધતાં ભાવ વધારા, જીવન જરુરીયાત ચીજોનો ભાવ વધારો, મહીલાઓ પરના વધતાં અત્યાચારો, ખેડુતોના પ્રશ્ર્નો અંગે ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલ હોઈ ભાજપ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચારો કરી અને હાથમાં બેનર સાથે રેલી દિવડા ખાતે કાઢવામાં આવી હતી. આમ કડાણા તાલુકા પંચાયત તરફ આગળ વધતી રેલીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.આ રેલીમાં , મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હરજીવનભાઇ, મહીસાગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પરસોત્તમભાઈ પટેલ, સંતરામપુર માજી ધારાસભ્ય જી એમ ડામોર, કડાણા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ કાંતિભાઈ સંગાડા, મહીસાગર અસંગઠિત મજદૂર માજી આરોગ્ય સમિતિના ચેરમેન મણીબેન ડામોર, વગેરે કાર્યકરોની કડાણા પોલીસે અટકાયત કરી હતી.
રેલીમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલીને અટકાયતના પગલે કાર્યકરોને પોલીસ દ્વારા કડાણા પોલીસ મથકે લઈ જવાયા હતા, પોલીસ મથકે પણ કાર્યકરોએ ભારે વિરોધ દર્શાવી દાદાગીરી નહીં ચલેગી, અને ભાજપના રાજમાં મહીલાઓ અસુરક્ષિતના નારાથી ગજવેલ હતું.
રિપોર્ટર: ધ્રુવ દરજી