લુણાવાડા,
ગુજરાતમાં જાણે કોરોનાએ એક્સિલેટર દબાવ્યું હોય તેમ સતત રેકોર્ડ પોઝિટિવ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજય સરકારે પણ કોરોના ગાઇડલાઇનનો અલમ કરવા અપીલ કરી છે અને રાજયના ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય પણ લંબાવી દીધો છે. ત્યારે મહિસાગર જિલ્લાની સ્થિત પણ સારી નથી. અહિં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે લુણાવાડા નગરમાં આવેલ ગીચ બજારો તંત્ર દ્વારા ક્ધટેનમેન્ટ જાહેર કરી દેવાયા છે. જેથી બજારો આજથી પંદર દિવસ સુધી બંધ કરાવી દેવામાં આવ્યા છે.
મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં ગીચતાવાળા બજારો ૧૫ દિવસ સુધી તંત્ર દ્વારા પોલીસની મદદથી આજથી બંધ કરાવવામાં આવ્યા છે. લુણાવાડા નગરના બસ સ્ટેશન પાછળ આવેલ બજાર તેમજ વાવવાળા માર્કેટ બજાર, માંડવી બજાર, પરા બજાર, સુપર માર્કેટ સહિતના મોટાભાગના ગીચવાળા કે જયાં મોટા ભાગના લોકો ખરીદી કરવા આવે છે અને મોટી ભીડ જામે છે. જેથી છેલ્લા કેટલાય દિવસથી મહિસાગર જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ સંક્રમણના કારણે કેસોમાં વધારો નોંધાતો હોવાથી બજારો ક્ધટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યા છે.
વકરતા કોરોના સંક્રમણને જોતા આજે વહેલી સવારથી પ્રાંત અધિકારી, મામલતદાર સહિત લુણાવાડા પોલીસ કાફલો મળી આજે લુણાવાડાના બજારો બંધ કરાવ્યા હતા અને આજથી પંદર દિવસ સુધી બજારો બંધ રાખવા તંત્ર દ્વારા વેપારીઓને જણાવવામાં આવ્યું છે. જેથી વેપારીઓ પણ ધંધા – રોજગાર બંધ રહેવાથી રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે.
:લુણાવાડાના લારી ગલ્લા એસોશીએસન દ્વારા ત્રણ દિવસ ધંધા બંધ રાખવાનો નિર્ણય કરાયો
લુણાવાડામાં વધતા જતા કોરોના કેસને પગલે લારી ગલ્લાવાળા એસોશીએસન દ્વારા તા.૦૨/૦૩/૨૦૨૧ થી તા.૨૪/૦૪/૨૦૨૧ થી ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક રીતે શાકભાજી તેમજ ફ્રુટ તેમજ હાથલારીઓ સ્વૈચ્છિક રીતે બંધકરેલ છે. મહિસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેને જોતા લુણાવાડા લારી ગલ્લા એસોશીએસન દ્વારા સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય લઈને નાના ધંધા રોજગારવાળા ધંધાદારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
લુણાવાડા પ્રાંત અધિકારી દ્વારા ૧૫ દિવસ માટે વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય…
લુણાવાડા પ્રાંત અધિકારી દ્વારા તમામ વેપાર ધંધાઓ કોરોનાના વધતા જતાં કેસને ધ્યાનમાં લઈ સંક્રમણ અટકાવવા માટે ૧૫ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા ૧૫ દિવસ સુધી વેપાર ધંધા બંધ રાખવાના નિર્ણયને લઈ વેપારીઓ ચિંતામાં મુકાયા છે.બીજ સ્ટેન્ડમાં કોરોના સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે સાથે મૃત્યુઆંક પણ જ્યારે રાજ્યમાં વધી રહયો છે. ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરીને લુણાવાડામાં વેપાર ધંધા ૧૫ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહિસાગર જીલ્લામાં કોરોના વધવાનું કારણ…
હાલ થોડા દિવસો અગાઉ સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થઈ છે. મહિસાગર જીલ્લાનું મુખ્ય મથક લુણાવાડાને માનવામાં આવે છે. ચુંટણી ટાણે સ્થાનિક નેતાઓ દ્વારા કોરોાનાની ગાઈડ લાઈનનંું પાલન ન કરતા અને સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં જીલ્લામાં કોરોના એ માથું ઉંચકયું છે.
બંધ કરવાનું મુખ્ય કારણ….
લુણાવાડામાં મેઈન બજાર એ ભીડભાડવાળો વિસ્તાર હોવાથી અને આ વિસ્તારમાં અગાઉના દિવસોમાં કોરોનાના કેસો વધારે હોવાથી આ વિસ્તારને ક્ધટેનમેન્ટ વિસ્તાર કરવાનો હોઈ અ ને ભીડભાડ થતી હોવાથી કોરોના વધુ ના ફેલાય તે માટે આ વિસ્તારમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
કયા કયા વિસ્તાર બંધ રહેશે …
- બસ સ્ટેશન પાછળના બજારમાં
- વાવ વાળા માર્કેટ બજાર
- માંડવી બજાર
- પરા બજાર
- સુપર માર્કેટ