લુણાવાડા,
રાજ્યભરમાં તા.૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની શરૂ આત કરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લાના છ તાલુકામાં તા.૩૦ સુધીમાં ૯૦૮૭૫ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના ૬(છ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૦૫૨૭૫ લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્લાસ કલેકટર આર. બી. બારડ અને જિલ્લ વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્યે અધિકારી ડો. એસ. બી. શાહની દેખરેખમાં મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યા રસુધીમાં એટલે કે તા. ૩૦મી સુધીમાં ૯૦૮૭૫ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે. સૌથી વધુ લુણાવાડા તાલુકામાં ૨૪૭૯૮ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે બાલાસિનોર તાલુકામાં ૧૪૨૦૬, ખાનપુર તાલુકામાં ૯૩૯૨, કડાણા તાલુકામાં ૯૪૫૫, વિરપુર તાલુકામાં ૧૧૨૨૬, અને સંતરામપુર તાલુકામાં ૨૧૭૯૮ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લામના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે ૪૭ સરકારી હોસ્પિટલ ખાતે અને ૦૬ ખાનગી હોસ્પિસટલ ખાતે કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં ૯૦૮૭૫ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે.
મહીસાગર-લુણાવાડાના મુખ્યો જિલ્લાન આરોગ્યઆ અધિકારી ડો. એસ. બી. શાહે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના પીએચસી, સીએચસી અને સરકારી દવાખાનામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિના મુલ્યે કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર ૩૦ જ દિવસમાં ૮૬.૩૨ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે. કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીથી કોઇ આડઅસર થતી નથી અને રસી લેવી જરી છે. જેથી કરીને કોરોના સંક્રમણ અટકાવી શકાય. રાજ્ય સરકારના આભારી છીએ કે, પ્રથમ ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોના રસી આપવાની શરૂ આત કરી છે.
જયારે મહીસાગર જિલ્લાવમાં અગાઉ આરોગ્યે, પોલીસ, આઇ.સી.ડી.એસ. નગરપાલિકા, રેવન્યુવ પંચાયત અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ મળી ૧૭૦૬૫ અધિકારી-કર્મચારીઓને કોરોનાની પ્રથમ ડોઝ આપવામાં થતો હતો તે પૈકી ૧૫૪૬૪ અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લાલની વિવિધ રર શાખાઓ દ્વારા રસીકરણની ૯૦.૬૧ ટકા જેટલી કામગીરી પુર્ણ કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં જિલ્લાર કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ ૧૦૦ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, મહીસાગર જિલ્લોુ કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો છે.
ડો. શાહે જિલ્લા ના હજુ પણ સીનીયર સિટીઝનો અને ૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બિમારી ધરાવતા હોય તેઓને કોરોનાની રસી મૂકાવી દેવાની અપીલ કરી આ રસીકરણમાં જનતાનો પૂર્ણ સહયોગ અને સહકાર મળશે તેવી આશા વ્યીકત કરી છે.