મહીસાગર જીલ્લા વહીવટી તંત્રની એક્શન મોડમાં કામગીરી

  • તાત્કાલિક ધોરણે રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો.
  • મહીસાગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના બંધ રસ્તાઓ પૈકી 12 રસ્તાઓ પૂર્વવત કરાયા.

મહીસાગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયુ છે. લોકોને અવરજવર કરવામાં હાલાકી ન પડે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન મોડમાં તાત્કાલિક ધોરણે રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરાયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 34 રસ્તાઓનુ ધોવાણ થયુ હતું. જેમાંથી 12 રસ્તાઓની કામગીરી પૂર્ણ કરી શરૂ કરી દેવામાં આવ્યા છે.

જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓને અસર થતાં આ ધોવાણ થયેલા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તા પરના વૃક્ષો હટાવી યુધ્ધના ધોરણે રસ્તાની મરંમત કામગીરી હાથ ધરી અનેક રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા હતા.