
મહીસાગર, “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત સંતરામપુર તાલુકાના વિવિધ ગામોમાં સ્વચ્છ ગ્રામ, સુંદર ભારતની નેમ સાથે સ્વચ્છતા ચાલી રહી છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે. સંતરામપુર તાલુકાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. આજે ગાઙીયા ગામે ગ્રામ પંચાયત અને હીરાપુર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને વિવિધ વિસ્તારોની કાયાપલટ કરાઈ હતી. ઉપરાંત વિવિધ ગામોના વિવિધ વિસ્તારો, ચાર રસ્તાઓને કચરામુક્ત કરીને સ્વચ્છ બનાવાયા હતા.