મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.બેઠકમાં લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણે જંગલની જમીન માટે કેટલા અરજદારોની સનદ આપવમાં આવી અને કેટલા હક્ક દાવાઓ મંજૂર કરાયા તેમજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કેટલી શાળાઓ આવરી લેવામાં આવી છે તેમજ શાળાના ઓરડાની પરિસ્થિત ઉપરાંત નવિન આંગણવાડીના નિર્માણ, ઝૂંપડપટ્ટી યોજનામાં કેટલા વીજ જોડાણો અપાયા તેમજ રેશનકાર્ડ ધારકોને પડતી મુશ્કેલી અને લીઝ ધારકોની લીઝના સીમાચિન્હો નક્કી કરવા તથા નલ સે જલ યોજનામાં પેય જલ આપવાની વ્યવસ્થા અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા જયારે બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિહ ચૌહાણે ચોમાસા દરમયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા જેને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરી હતી.
સંકલન બેઠકના દ્વિતીય તબક્કામાં જિલ્લાના વિવિધ કચેરીઓને પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગેના પ્રેઝનટેશનમાં કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી જેમાં બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીઓના નિકાલ, તાબાની કચેરીનું નિરીક્ષણ, સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ,ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.