મહીસાગર, મહીસાગર જીલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ/સાઈટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
બેઠકમાં જીલ્લાના રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક અને સાતકુંડા થયેલ વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત લેબા-ભેમાની વાવો ખાતે આવેલ અર્બુદા મંદિર તથા નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, સંતરામપુર તાલુકામાં આવેલ નાની સરસણ મુકામે ભિલોડીયા મહાદેવના સ્થાનકને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા, જનોડ પંચાયતમાં આવેલ કેદારેશ્ર્વર મહાદેવને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા તથા જવા આવવા માટે રસ્તામાં આવતી મહી નદી પર પુલ બનાવવા અને શેઢી નદીના કિનારે મહાદેવના મંદિર જોડે સ્મશાનના કિનારી પુર સરક્ષણ દિવાલનું કામ તથા મહાદેવ મંદિર ફળિયામાં હાય માસ્ટ ટાવર(કઊઉ)ના કામની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ,અધિક નિવાસી કલેક્ટર સી વી લટા,આયોજન અધિકારી આર. જે. ગુપ્તા, નાયબ વન સરક્ષક નૈવિલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.