મહીસાગર,મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ/સાઈટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
બેઠકમાં જિલ્લાના રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક અને સાતકુંડા પોજેકટ પર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત માનગઢ હીલ ખાતે આવેલ હોટલ/ગેસ્ટ હાઉસમાં જરૂરી સુવીધા ઉભી કરવી અને જિલ્લામાં પ્રવાસીઓને પ્રવાસન સ્થળ પર જવા માટે બસ સુવિધા ઉપ્લબ્ધ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેક્ટર, આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.