મહીસાગર,મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કલેકટર કચેરી, લુણાવાડા સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન વર્ષ 2021-22 અને 2022-23 નાં કામોની પ્રગતિની સમીક્ષા અને આદિજાતિ વિકાસ વિભાગના વર્ષ 2023-24 માટેના ન્યું ગુજરાત પેટર્ન હેઠળ ( પ્રાયોજના વિસ્તાર તથા છૂટાછવાયા વિસ્તાર) નું નવીન આયોજનને મંજૂરી આપવામાં આવી.
બેઠકમાં જિલ્લા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર,પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, મોરવા હડફ ધારાસભ્ય નિમિષા બેન સુથાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, અધિક નિવાસી કલેકટર, પ્રાયોજના વહીવટદાર,આયોજન અધિકારી સહિત દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.