મહીસાગર જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ મહિલા જાગૃતિ કરણ તથા મહિલા સશક્તિ કાર્યક્રમ ડખરીયા પ્રાથમિક શાળામાં યોજાયો

બાલાસીનોર, બાલાસિનોર પોલીસ PSI સી.આર.સિસોદિયા, રમાબેન મહિલા સુરક્ષા સમિતિના કાર્યકર્તા, જશીબેન મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા, મહિલા અને બાળ વિકાસ વિભાગ દિપિકાબેન, સોનલબેન FFWCના સભ્ય, ગંગાબેન ASI બાલાસિનોર, ઇન્દુબેન મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા, પ્રિતેશ ઠાકોર પોલીસ સલાહકાર, ગામના યુવાન સરપંચ વિષ્ણુભાઈ વાળંદ પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગામ માંથી આવેલ વડીલો, મહિલાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યાં. જેમાં મુખ્યત્વે નાર્કોટિક્સ ડ્રગ્સ દુરઉપયોગને અટકાવવાને જાગૃતિ કાર્યક્રમ તેમજ સાબર ક્રાઇમમાં વધતું ફ્રોડ જેવી માહિતી આપવામાં આવી.