ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ દ્વારા ક્ષેત્ર સ્તરીય નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા જીલ્લા પંચાયત હોલ ખાતે વીસીઈનો વર્કશોપ યોજાયો.
જીલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્ર્મમાં જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, આર બી આઈ એફ આઈ ડી ડી ડીજીએમ રાજેન્દ્ર બલૌત સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નાણાકીય સાક્ષરતા અંગે જાગૃત કર્યા હતા. વધુમાં સામાજીક સુરક્ષા અંગેની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, અટલ પેન્શન યોજનામાં લોકો વધુમાં વધુ જોડાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્કશોપમાં પીપીટી પ્રેઝન્ટેશન અને શોર્ટ ફિલ્મના માધ્યમથી આરબીઆઇ ઓફિસર અને એનજીઓએ ઉપસ્થિત વીસીઇ સાથે સંવાદ સાધી સામાજીક સુરક્ષાની યોજનાઓ અને નાણાકીય ફ્રોડથી રક્ષણ માટે જરૂરી પગલાં વિશે સમજૂતી આપી હતી.
આ વર્કશોપમાં પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, રિજીયોનલ મેનેજર રામ નરેશ યાદવ, ડીઆરડીએ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર, આર.બી.આઈ. એજીએમ યશરાજ વૈષ્ણવ, એલ.ડી.એમ. પરેશ બારોટ, નાબાર્ડ મેનેજર રાજેશ ભોંસલે, બેંક મેનેજરો, આરબીઆઈ ઓફિસર સહિત જીલ્લા માંથી મોટી સંખ્યામાં વીસીઈ ઉપસ્થિત રહ્યા હતા.