મહીસાગર,રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન દ્વારા તમામ રાજયોમાં નવી ચેતના 2.0 અંતર્ગત તા.25/11/2023 થી તા.31/01/2024 સુધી જેન્ડર આધારિત હિંસા નાબુદી અંતર્ગત અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લા પંચાયત હોલ ખાતે વર્કશોપ યોજાયો હતો.
જેમાં જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ દ્વારા જેન્ડર આધારિત હિંસા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર દ્વારા જેન્ડર આધારિત હિંસા અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ એન.આર.એલ.એમ. યોજનાના શાખા અધિકારી હરીશચંદ્રસિંહ રાઠોડ દ્વારા જેન્ડર આધારિત હિંસા નાબૂદી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ પ્રોગ્રામમાં જીલ્લા્ કાનુની સેવા સત્તા મંડળના સચિવ બીહોલા દ્વારા મહિલાલક્ષી કાયદાઓની માહિતી આપી. તેમજ મહિલા અને બાળ વિકાસ કચેરી માંથી જેન્ડર સ્પેશિયાલીસ્ટ દિપીકાબેન દ્વારા ઘરેલુ હિંસા અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.