મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સાઈકલોથોન યોજાઇ

મહિસાગર,

મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલિંગ અપનાવો આરોગ્યમય જીવન બનાવો સંદેશ સાથે જિલ્લા મથક લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાઈકલોથોનને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત કચેરી થી જનરલ હોસ્પિટલ સુધી આ સાઈકલોથોનમાં સ્વાસ્થ્યપ્રેમીઓએ જોડાઈને આરોગ્ય અંગે જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો.