મહીસાગર, મહિસાગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અસહ્ય ગરમીને કારણે હાલમાં રાજ્યમાં ચાલતા હિટવેવના કારણે કમિશનર, મહિલા અને બાળ વિકાસ કચેરીના તા.24/05/2024 પરિપત્રના સંદર્ભમાં બાળકો- માતાઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને તા.28/05/2024 થી બીજી સૂચના ના મળે ત્યાં સુધી મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ 1316 આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરક પોષણ મેળવવામાં કોઇ વિક્ષેપ ન આવે તે માટે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્રોનો સમય સવારે 07:30 થી 10:00 કલાક સુધીનો રહેશે.
આંગણવાડી કાર્યકરે આંગણવાડીમાં હાજર રહી નાસ્તો બનાવી આંગણવાડીમાં આવતા બાળકોને બોલાવી નાસ્તો આપી દેવાનો રહેશે. તેમજ ટી.એચ.આર.વિતરણ અને અન્ય સામગ્રી વિતરણ સવારે 10:00 સુધીમાં કરવાની રહેશે. આંગણવાડી કાર્યકર/ તેડાગરએ સવારે 10:30 સુધી આંગણવાડી ખુલ્લી રાખવાની રહેશે.સદર પરિપત્રનો અમલ ચુસ્તપણે કરવાજિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત, મહીસાગરે સૂચના આપી હતી.