મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામ પાસેથી લાકડાથી ભરેલ ટ્રક ટ્રેકટર ટ્રોલી ઝડપાઈ

ખાનપુર, મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મામલતદાર ખનીજ ચોરી અને લાકડા ચોરી કરતા ઇસમો વિરૂદ્ધ કાયદાનો સકંજો કસતા ગેરકાયદેસર પ્રવુત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે વધુ એક વખત ખાનપુર મામલતદારે લાકડાચોરી કરતા ઇસમોના વાહનો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામલતદારની આકસ્મિક તપાસમાં ખાનપુર તાલુકાના ઘોઘાવાડા થી ભુવાબારના રસ્તા પર કેનાલ નજીક કણજના લાકડાથી ભરેલ ટ્રક ટ્રેકટર ટ્રોલી ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી કરી વાહનો બાકોર પોલીસ મથકે સુપ્રત કર્યા છે.