મહીસાગર, સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેતા 6 થી 19 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી. તેવા શાળા બહારના બાળકો (out of school chindren) અને વિશિષ્ઠ જરૂરિયાત ધરાવતા (children with special need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે મહીસાગર જીલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફતે તા.08/11/2023 સુધી થનાર હોય, સર્વે જાહેર જનતાને આ સર્વેમાં સહભાગી થઈ આવા બાળકો આપણે મળી આવે તો નજીકના પ્રાથમિક શાળાના આચાર્યનો સંપર્ક સાધવા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહીસાગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.