મહિસાગર જિલ્લાની શાળાના આચાર્ય દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરાયુ

લુણાવાડા, મહિસાગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 52 વર્ષના આચાર્યએ સગીરા વિધાર્થીનીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર મહિસાગર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

મહિસાગર જિલ્લાના લુણાવાડાની કિસાન માઘ્યમિક સ્કુલના પુર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કુલમાં આચાર્ય તરીકે નિયુકત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પેટેલે સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા હાહાકાર મચી જવા પામ્યો છે. ભોગ બનનાર વિધાર્થીનીને કોલેજ જવાનુ હોવાથી પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી. ત્યારે રાજેશ પટેલ મળતા રાજેશ પટેલે તેણીને એકાંત સ્થળે લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. અને ત્યારબાદ સગીરાને તેના ગામની સીમમાં છોડી રાજેશ પટેલ ભાગી છુટ્યો હતો. સગીરાને પરિવારજનોએ પુછતા હકીકત જણાવતા તેને લઈ તરત લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જયાં સગીરા હાલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ છે. પરિવારજનોએ લુણાવાડા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ધટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રાજેશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.