મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને યોજાઇ

મહીસાગર,મહીસાગર જિલ્લા સંચારી રોગ , કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ હોલ જિલ્લા સેવાસદન ખાતે યોજાઈ

કલેકટરએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં ન્યુટ્રીશન વાળા ખોરાકની પસંદગી અંગે નાગરિકોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. જિલ્લામાં પોષણ ઉણપના દર્દીઓમા મહિલાઓની સંખ્યા અને ગર્ભવતી મહિલાઓ હોય તો તેઓને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે તમામ શાળામાં આજુબાજુ તમાકુ નિયત્રણ કાર્યક્રમ અંગે યુવાઓને જાગૃત કરવા સુચન કર્યું હતુ.

આ બેઠકમાં સચારી રોગો અને બર્ડ ફ્લૂ સર્વલેન્સ ,રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા ,નગર પાલિકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન ,જાહેર સ્વચ્છતા ની જાળવણી,અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ,તમાકુ નિયંત્રણ ધારા હેઠળ વસુલવામાં આવેલ રકમ તથા કલાઈમેટ ચેન્જ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ ઉપરાંત હોસ્પિટલ ખાતે કોવિડ સંદર્ભે ઓફિસરો, ડોક્ટરોની ટીમ અને હોસ્પીટલના સ્ટાફને તાલીમ અને મોકડ્રીક દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે કેમ તેની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસરો સહિતના સબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.