
- કેટલીક જગ્યાએ ડીજેના તાલે વિજય સરઘસ નીકળ્યા.
- જીલ્લા પંચાયત ખાતે પરંપરાગત ગપુલીના તાલે કાર્યકર્તાઓ ઝૂમ્યા.
લુણાવાડા, મહીસાગર જીલ્લાના જીલ્લા પંચાયત તેમજ છ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજાઇ હતી. મહીસાગર જીલ્લા પંચાયત તેમજ જીલ્લામાં આવેલ છ તાલુકા ની તમામ તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતી ધરાવે છે. ત્યારે આજરોજ મહીસાગર જીલ્લા પંચાયત તેમજ જીલ્લાના તમામ છ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ભાજપે જાળવી રાખી છે. ત્યારે ભાજપની જીત સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો.
આ દ્રશ્ય છે મહીસાગર જીલ્લા પંચાયત સહિત જીલ્લાની અલગ અલગ તાલુકા પંચાયતના કે જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. આ સિવાય જીલ્લાના તમામ છ તાલુકાની તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. આમ, સમગ્ર જીલ્લામાં ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કાર્યકર્તાઓમાં અનેરો ઉચ્ચાર જોવા મળી રહ્યો છે. જીલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા જીલ્લામાં વિજય ઉત્સવને લઈ અને ફટાકડા ફોડી ઉજવણી કરી તો ડીજેના તાલે વિજય સરઘસ પણ નીકળ્યા તો જીલ્લા પંચાયત કચેરી ખાતે ગપુલીના તાલે કાર્યકર્તાઓ ઝૂમતા જોવા મળ્યા તો ગુલાલની છોડોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો.
મહીસાગર જીલ્લાની છ તાલુકા પંચાયત લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, ખાનપુર અને વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નામ…..
મહીસાગર જીલ્લા પંચાયત
પ્રમુખ :- બાબુભાઈ કાંતિ ભાઈ પટેલ
ઉપપ્રમુખ :- નંદાબેન ખાટ
કારોબારી ચેરમેન :- ભાથીભાઈ જવરાભાઈ ડામોર
લુણાવાડા તાલુકા પંચાયત
પ્રમુખ :- ભલવેન્દ્ર પટેલ
ઉપપ્રમુખ :- મીનાબેન ચાવડા
કડાણા તાલુકા પંચાયત
પ્રમુખ :- મંગુબેન માલીવાડ
ઉપપ્રમુખ:- બિપિનભાઈ પંચાલ
સંતરમપુર તાલુકા પંચાતના
પ્રમુખ :- હરેશભાઈ વડવાઈ
ઉપપ્રમુખ :- આશાબેન ખાંટ
ખાનપુર તાલુકા પંચાયત
પ્રમુખ :- રસમિકા બેન ડામોર
ઉપપ્રમુખ :- નિશાંતભાઈ જોશી
વીરપુર તાલુકા પંચાયત
પ્રમુખ :- નિખિલ પટેલ
ઉપપ્રમુખ :- ગંગાબેન બારીયા
બાલાસિનોર તાલુકા પંચાયત
પ્રમુખ :- સવિતા ચૌહાણ
ઉપપ્રમુખ :- રામાભાઈ સોલંકી