મહીસાગર જીલ્લાની ગોધર પશ્ચિમ આંગણવાડી કેન્દ્ર ખાતેબાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

  • બાલક પાલક સર્જન કાર્યક્રમનો મુખ્ય હેતું આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય.

મહીસાગર, મહીસાગર જીલ્લાની તમામ આંગણવાડી ખાતે બાળકોના નામાંકન વધારવા તેમજ બાળકો રેગ્યુલર હાજરી આપે તેવા ઉમદા આશય સાથે પ્રોગ્રામ ઑફિસર દક્ષાબેનની સૂચના હેઠળ તા 21 અને 22 મે ના રોજ બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા, વાલી, જનસમુદાયને માહિતગાર કરવામાં આવે છે. આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવુતિઓ કરે તે માટે આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકો અને વાલીઓ માટે આજે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંતરામપુર ઘટક-3 ના સીડીપીઓ જીણીબેનની આગેવાનીમાં તમામ આંગણવાડી ખાતેબાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઘટક કક્ષાનો ગોધર પશ્ચિમ આંગણવાડી કેન્દ્ર ખાતેપાપા પગલી પ્રોજેક્ટના પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રકટર કોમલબેન માર્ગદર્શન હેઠળ બાળકોએ વાલીઓની હાજરીમાં બોટલના ઢાંકણ, પાંદડા, ભીંડાના ડીંટા, કાંટા ચમચી વડે છાપકામ, પેન્સિલની છોલ, લાકડાનો વેરમાંથી ચીટકકામ, છાપાના રંગીન કાગળના ટુકડા વડે કોલાજકામ, તેમજ ફૂલ પાંદડા વડે રંગકામ દોરીથી રંગકામ અને મુક્ત ચિત્ર અને રંગપુરણી, જેવી વિવિધ પ્રવત્તિઓ કરી હતી જેમાં ગોધર (પ) 1-2-3 ની આંગણવાડીની કાર્યકર બહેનો, તેડાઘર તેમજ બાળકો અને વાલીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.