લુણાવાડા,
લુણાવાડા વિધાનસભાની ત્રણ બેઠક પર ભાજપ અને આપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગી માટે કોકડું ગુંચવાયું છે. ત્રણે વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે 15 નવેમ્બર સુધી થી વિધાનસભા ઉપર ત્રણ દિવસમાં ચૂંટણી લડવા માટે ઉત્સુક એવા 105 વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યા હતા.
ત્રણે સીટ પર ભાજપ, કોંગ્રેસે તેમજ આપ સાથે અપક્ષના ઉમેદવા2ો આ વખતે દાવેદારી નોંધાવશે. ત્યારે આજે ત્રણ વાગ્યે સુધી જિલ્લાની ત્રણે વિધાનસભામાં બીજેપીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એ સહિત આપ અને સહિત જિલ્લાની ત્રણે સીટોના 12 ફોર્મ ભરાયા હતા. તો બીજી તરફ સોમવાર સમી સાંજ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લાની ત્રણે સીટના ઉમેદવાર હજી સુધી જાહેર કર્યા નથી. જિલ્લામાં મુખ્ય ગણાતી સીટ પર કોંગ્રેસ પક્ષ કોને ટિકિટ આપવી તેના નામની આખરી ચર્ચાઓ થઇ રહી હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. તો બીજી તરફ ક્ષત્રિય સમાજનું મહત્વ ન આપતા તમેજ એસટી સમાજના દાખલાના વાયદાને લઈ લુણાવાડા સીટ પર અપક્ષ ઉમેદવારો વધી શકે તેમ છે. બીજી તરફ આગામી દિવસમાં ઉમેદવારો ફોર્મ ભરવા, ચકાસણી સહિતની ચૂંટણીની કામગીરીને પહોચી વળવા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરાઇ છે.