ગોધરા,
મહિસાગર જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક ઉપર કોંંગ્રેસ અને બે બેઠકો ઉપર બીજેપીનો વિજય થયો છે. ઉમેદવારોનો વિજય થતાં સમર્થકો સાથે વિજય સરકસ કાઢવામાં આવ્યા.
મહિસાગર જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો ઉપર અમુક બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ હતો. તેવી કપરી સ્થિતીમાં બેઠકો ઉ5ર ભાજપ અને એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. લુણાવાડા બેઠક ઉ5ર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટકકર હતી. જેમાંં કોંંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ 72,087 મતોથી વિજેતા થયા છે. જ્યારે ભાજપના જીગ્નેશ સેવકને 45,467 મતો મેળવ્યા જ્યારે અપક્ષ ઉમેદવાર જયપ્રકાશ પટેલ 43,749 મતો મેળવ્યા હતા. બાલાસીનોર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયા જંગમાં ભાજપના મનિષ ચૌહાણ 92,501 મતોથી વિજેતા થયા. કોગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ 41,079 મતો મેળવ્યા. આપ પાર્ટીના ઉદેસિંહ ચૌહાણ 39,569 મતો મેળવ્યા. સંંતરામપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેંદાલભાઈ ડામોર 34,387 મતો મળ્યા. ભાજપના ર્ડા. કુબેરભાઈ ડીંડોર 49,964 મતો મેળવીને વિજેતા થયા. આપ પાર્ટીના ઉમેદવાર પર્વતભાઈ વાગડીયા 24,554 મતો મેળવ્યા. અપક્ષ ઉમેદવાર બાબુભાઈ ડામોર 28,631 મતો મળ્યા. આમ, ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારનો વિજય થયો.
લુણાવાડા
ભાજપ જીગ્નેશ સેવક 45,468
કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ 72,087
આપ પાર્ટી નટવરસિંહ સોલંકી 5,972
અપક્ષ જે.પી.પટેલ 43,749
નોટા 3,288
સંંતરામપુર
ભાજપ ર્ડા. કુબેરભાઈ ડીંડોર 49,946
કોંગ્રેસ ગેંંદાલભાઈ ડામોર 34,387
આપ પાર્ટી પર્વતભાઈ વાગડીયા 24,554
અપક્ષ બાબુભાઈ ડામોર 28,631
નોટો 3,039
બાલાસીનોર
ભાજપ મનિષ ચૌહાણ 92,501
કોંગ્રેસ અજીતસિંહ ચૌહાણ 41,079
આપ પાર્ટી ઉદેસિંહ ચૌહાણ 39,569
નોટા 2,724