મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકમાંથી 2 ભાજપ 1 કોંગ્રેસ આવી

લુણાવાડા,

ગુજરાત વિધાનસભાની મહીસાગર જિલ્લાની 3 બેઠકની મતગણતરી ચાલી રહી છે. મહીસાગર જિલ્લાની 3 બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. મહીસાગર જિલ્લામાં 814283 છે. જેમાં પુરૂષ મતદારો 416503 અને મહિલા મતદારો 397764 છે. મહીસાગર જિલ્લાનું મતદાન 61.69 ટકા થયું છે. સંતરામપુર બેઠક પર મંત્રી કુબેર ડીંડોરે ભગવો લહેરાવ્યો છે. આ સિવાય બાલાસિનોર બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ પણ વિજેતા બન્યા છે. તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જ પૂર્વ પ્રમુખ જે.પી. પટેલ દ્વારા અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે જ ભાજપને હરાવી હતી. તો બીજી તરફ બાલાસિનોર વિધાનસભા 2002 ગોધરા કાંડ પહેલા પહેલી હર 50 હજારની લીડથી જીતી છે, જ્યારે સંતરામપુર સીટ પર STસમાજના દાખલાનો વિરોધ હોવા છતાં વિકાસના કામોના કારણે ભાજપે જીત મેળવી હતી.

લુણાવાડા બેઠક પર કુલ મતદારો 288226 છે. લુણાવાડા બેઠક પર 62.96 ટકા મતદાન થયું હતું. મત ગણતરીના દિવસે શરૂઆતના રાઉન્ડોમાં ખાનપુર વિસ્તારમાંથી કોંગ્રેસ આગળ રહ્યું હતું ત્યાર બાદ બીજેપી 50-100 મત આગળ રહ્યું રહ્યું બાદમાં કોંગ્રેસ આગળ રહેતા લુણાવાડા બેઠક પર કોંગેસના ગુલાબસિંહનો 72087 વિજય થયો છે. ભાજપના જીગ્નેશ સેવકને 45467 મત, અપક્ષ ઉમેદવાર જે પી પટેલ 43749 વોટ તેમજ આમ આદમી પાર્ટીના નટવરસિંહ સોલંકીને 5917 મળ્યા હતા. તેમજ નોટા ને 3288 મત પડ્યા હતા. ત્યારે આ બેઠક ભાજપે જ ભાજપને હરાવી તેવું પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

બાલાસિનોર બેઠક પર કુલ મતદારો 288142 છે. બાલાસિનોર બેઠક પર 62.63 ટકા મતદાન થયું છે. મત ગણતરીના આરંભે વીરપુર તાલુકામાંથી બીજેપી 11000 મત પ્લસ નીકળતા ત્યાર બાદ ટકાવારી વધતી જતા મહીસાગર જીલ્લાની બાલાસિનોર બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહને ચૌહાણ 92501 મત મળતા વિજય થયા હતા. કોંગ્રેસ ઉમેદવાર અજીતસિંહ ચૌહાણને 41079 મત, જ્યારે આમ આમી પાર્ટીમાંથી ઉદયસિંહ ચૌહાણને 39569 મત મળતા કોંગ્રેસ માંથી આમ આદમી પાર્ટીમાં આવેલ ઉમેદવાર કોંગ્રેસ માટે ભારે સાબિત થયા હતા.

સંતરામપુર બેઠક પર કુલ મતદારો 238135 છે. જેમાં 59.01 ટકા મતદાન થયું છે. મતદાનનો પ્રારંભ કડાણા તાલુકાથી કરતા અપક્ષ ઉમેદવારની લીડ સતત જોવા મળી હતી. ત્યાર બાદ સંતરામપુર તાલુકાની મત ગણતરી બાદ મંત્રી કુબેર ડીંડોર સતત આગળ વધતા 49964 મત મેળવી વિજય થયા હતા. કોંગ્રેસના ગેન્દાલ ડામોરને 34387 અને AAPમાં ઉમેદવાર પર્વત વાગોડિયાને 24554 તેમજ અપક્ષ ઉમેદવાર બાબુભાઇ ડામોરને 28631 મત મળ્યા છે ત્યારે આ સીટ પર દાખલાના વિરોધના કારણે બીજેપી માટે કપરા ચડાણ હોવા છતાં વિકાસના કામોને લાઇ મંત્રી કુબેરભાઈ ડીંડોરની વિજય થયો.

કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભા સીટ પર પાછલા 27 વર્ષમાં માત્ર બે વાર બીજેપી જીતી છે ત્યારે બે વાર મંત્રી રહેલા ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ બે વાર મંત્રી રહી ચૂક્યા છે ત્યારે સંતરામપુર સીટના તત્કાલીન મંત્રી કુબેરભાઈ ડીંડોર જીતતા મહીસાગર જિલ્લામાં ભાજપમાંથી મંત્રી કોને બનશે એ જોવાનું રહ્યું.

બોક્ષ:- લુણાવાડા સીટ માટે 2017 માં પણ બીજેપીનો અપક્ષે ખેલ બગડ્યો હતો.
મહીસાગર જિલ્લામાં 2017 માં લુણાવાડામાં રાતનસિંહ રાઠોડને ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવાર રાતનસિંહ રાઠોડે વિજય મેળવી ભાજપને હરાવી હતી. ત્યારે આ વખતે અપક્ષ ઉમેદવાર અને ભજપના ઉમેદવાર બને એકજ પક્ષના તેમજ જીગ્નેશ સેવક અઢી વર્ષ દરમ્યાન લોકોના દિલમાં ન બેસતા તેમજ યોગ્ય કામગીરી ન લાગતા ભાજપની હાર થઈ હતી.