- મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે એક ખાસ ગ્રામ સભા યોજાઈ હતી.
જેમાં આ ખાસ ગ્રામસભામાં જલ જીવન મિશન અને સ્વચ ભારત મિશન ફેસ -2 અંતગર્ત શોકપીટ અને કમ્પોઝપીટ બનાવવા બાબત અને થયેલ ને થનાર કામોની ચર્ચા કરવા બાબત અને સ્વચ્છતા સંબધી જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવા બાબત અને પ્રમુખ સ્થાને થી જે રજૂ થાય તેવી અનેક રજૂઆતો લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં આ બાબતે સંતરામપુર તાલુકાના હીરાપુર ગામના ગામ લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ આ ગ્રામ પંચાયત ખાસ ગ્રામ પંચાયત સભામા તમામની હાજરીમાં પોતાનાં તથા ગામના લોકોના વિકાસના કામોના પ્રશ્ર્નો પણ રજૂ કર્યાં હતાં.
હિરાપુરની આ ખાસ ગ્રામ સભામાં મહિસાગર જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને સંતરામપુર તાલુકાના હિરાપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હર્ષાબેન ડામોર, છગનભાઈ માલ, વી.ડી.ખાંટ, ભેમાભાઈ મછાર તેમજ આરોગ્ય વિભાગના કિંજલબેન અને આશા વર્કરના કર્મચારીઓ અને બાલ વાટિકાના કર્મચારીઓ તેમજ ગામના ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.