
વીરપુર,
વીરપુર તાલુકામાં શહીદ વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની શહીદી એળેના જાય અંગ્રેજોએ દેશને અનેકવાર આબેહૂબ રંજાડતા રોકવા દેશ પર આવી પડેલી આપત્તિઓ જોર જુલમ અન્યાય, આક્ર્મણ સામે ઝઝૂમી અડીખમ વીરતા દાખવી દેશને આઝાદી અપાવવા માટે જેલ જીવન ગાળ્યું અને અંતે અંગ્રેજો સામેની લડતમાં ફોસીના માંચડે ચડાવવામાં આવ્યા. આવા નિંડર ક્રાંતિકારીએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ ભગતસિંહના અમર બલિદાનની શહીદી એળે ના જાય તેમની નીડર વીરતાને સલામ કરીને શહીદ દિનને યાદ કરીને વીરપુરમાં ભગતસિંહની તસ્વીરની પુષ્પપૂજામાં, હરમીતસિંહ તેમજ હિમાંશુભાઈ અને અન્ય મિત્રો ઉપસ્થિત રહી શહીદ ક્રાંતિકારી ભગતસિંહની તસ્વીરને ફુલહાર ચઢાવી પુષ્પ અર્પણ કરી અને ભગતસિંહ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી ભગતસિંહને યાદ કરીને ઉજવણી કરવામાં આવી. જેમાં હિન્દુ -શીખ ભાઈ-ભાઈનું ઉત્તમ ઉદાહરણ પાર પાડી હરમીતસિંગ સિખલીઘર, કિસાનસિંગ, મુકેશ સોલંકી, ચિરાગ સોલંકી, હિમાંશુભાઈ ઠાકોર તેમજ પ્રજાપતિ દિલીપભાઈ પણ ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી.