- વીરપુરના આસપુર ગામની ભૂમિ ઠાકોરને વિડિયો ક્રિએટર ગુજરાત ગૌરવ સીને મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
વિરપુર, ગુજરાત ગૌરવ સીને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા આયોજીત 2024 ના 12 માં ટેલેન્ટ ગૌરવ એવાર્ડ ઉત્સવ વડોદરા ખાતે યોજાયો. તે અંતર્ગત વીરપુર તાલુકાના આસપુર ગામની ઈન્સ્ટાગ્રામ ફેમસ ભૂમિ ઠાકોર વિડિયો ક્રિયેટરને વડોદરા ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે એવોર્ડ યોજાયો હતો જેમો મોડલિંગ, ડાન્સરો, સાહિત્યકારો, કલાકારો, ડોકટરો, પત્રકારો તેમજ કલા સાથે સંકળાયેલા દરેકને કલાકૃતિનું સ્ટેજ પ્રદર્શન કરતા દરેક મોટા ગજાના કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારે વીરપુર તાલુકાની ભૂમિ ઠાકોરને સન્માનપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભૂમિ ઠાકોર પણ ઈન્સ્ટાગ્રામ ક્રિયેટર ફેમસમા પણ એક અગત્યનું સ્થાન મેળવ્યું છે. જેઓને સીને મીડિયા દ્વારા સન્માન પ્રમાણપત્ર તેમજ ગૌરવ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું.