મહીસાગર જીલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણાની બિનહરીફ વરણી

મલેકપુર, મહીસાગર જીલ્લા તલાટી મંડળની જનરલ સભા લુણાવાડા ખાતે એક હોટલ ભરવા માં આવી હતી. તેમાં લુણાવાડ, ખાનપુર, કડાણા, વીરપુર, સંતરામપુર, બાલાસિનોર તાલુકાના તલાટી મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગુરૂવારે લુણાવાડા ખાતે આવેલા એક હોટલના હોલમાં મળી હતી. જીલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે લુણાવાડા તાલુકાની ડોકેલાવ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પ્રદીપ સિંહ રણાના નામની સર્વાનુમતે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેનો તમામ ઉપસ્થિત તલાટી મિત્રોએ આવકારીને મહીસાગર જીલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા તેમજ મહામંત્રી તરીકે લુણાવાડા તાલુકાના ઉચરપીના તલાટી સતિષભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરી હતી. તેમજ ઉપપ્રમુખ તરીકે વીરપુર તાલુકાના તલાટી નરેશભાઈ પટેલની પણ બિન હરીફ વરણી કરવામાં આવી હતી. બીજા કુલ 24 હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવી હતી.

તલાટી મંડળની બેઠકમાં ઉપસ્થિત તમામ તલાટી મિત્રોએ નવનિયુકત પ્રમુખ અને મહામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તલાટી મિત્રો એ જણાવ્યુ હતું કે, જીલ્લાના તલાટીઓના પડતર પ્રશ્ર્નો હોય કે ગ્રામ પંચાયત કક્ષાએ ઉભી થતી નાની મોટી સમસ્યા ઉકેલવા તલાટી મિત્રો સાથે સતત સંપર્ક ધરાવતા પ્રદીપસિંહ રણા ની બિનહરીફ વરણી થતા ગુજરાત તલાટી મંડળના હોદે્દારોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

તસવીર મહીસાગર જીલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપ સિંહ રણા અને મહામંત્રી સતીશ પટેલ બિનહરીફ વરણી થયેલ હોદ્દેદારો નજરે પડે છે.