લુણાવાડા,
મહિસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે માન.મુખ્યમંત્રી ધ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત તથા ચોથા બુધવારે મામલતદારની કચેરીઓમાં વર્ગ -1 કક્ષાના અધિકારીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ર્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા માટે ડિસેમ્બર-2022 નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.21/12/2022 બુધવારના રોજ સવારે 11:00 કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.22/12/2022ને ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે યોજવાનો હોય માહે ડિસેમ્બર -2022 માં જિલ્લા અને તાલુકાઓમાં વર્ગ -1 કક્ષાના અધિકારીઓ તા.21/12/2022 ના રોજ સવારે 11.00 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી,લુણાવાડાને લુણાવાડા તાલુકામાં, પ્રાંત અધિકારી સંતરામપુરને સંતરામપુર તાલુકામાં, પ્રાંત અધિકારી બાલાસિનોરને બાલાસિનોર તાલુકામાં,નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મહિસાગરને ખાનપુર તાલુકામાં,પ્રાયોજના વહીવટદાર,મહિસાગરને કડાણા તાલુકામાં અને જિલ્લા પુરવઠા અધિકારી,મહિસાગરને વિરપુર તાલુકાના લોકોના પ્રશ્ર્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો/ રજુઆત અંગેની અરજી “મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ સંબંધિત ગામનાં તલાટી/મંત્રીને સંબોધીને 1 થી 15 તારીખ સુધીમાં આપવાની રહેશે. તા.15/12/2022 સુધીમાં મળેલ અરજીને તાલુકા સ્વાગત કાર્યક્રમાં સમાવવામાં આવશે. જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પ્રશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામાં સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે.તેમ નિવાસી અધિક કલેકટર મહિસાગર-લુણાવાડાની અખબારી યાદીમા જણાવેલ છે.