
મહીસાગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના-8 અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

આજરોજ મહીસાગર જીલ્લાના સંતરામુર ટાઉન હોલ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સારી કામગીરી કરતા સફાઈ કામદારનું સન્માન કરવામાં આવ્યું અને તેઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.