મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ક્ધયા દિવસની ઉજવણી કરવામાં આવી

સંતરામપુર, આપણા ભારત દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરી નાં દિવસે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2008 થી સમાજ માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા ઉજવવાનું નક્કી કરેલ તે મુજબ આજરોજ શાળાની બાલિકાઓ અને શિક્ષકો દ્વારા ઉજવણી કરવામાં આવી.

શાળાના મ.શિ. એચ.કે. વણકર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણની જાગૃતિ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. જયબેન પંચાલ દ્વારા મહિલા અસમાનતા વિશે જાગૃત કરી સ્ત્રી શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્વના પાસાઓ અંગે બાલિકાઓને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. અંતે શાળાની બાલિકાઓને વિશેષ યોગદાન આપવા અને શાળાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહેતાં ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભૂપેન્દ્રસિંહ વિરપુરાના માર્ગદર્શન હેઠળ જયબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.