મહીસાગર જીલ્લાના મલેકપુર અને ગેંગડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

મલેકપુર, મહીસાગર જીલ્લાના ગામે ગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લુણાવાડા તાલુકાના મલેકપુર અને વાણીયાવાળા ગોરાડા પંચાયત ના ગેંગડીયા પ્રાથમિક શાળામાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથનું આગમન થતા ગામની દિકરીઓએ અને મહાનુભાવોએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શનનો લાભ લઈને સહિત સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકો માટે ટીએચઆરના લાભ વિશે અવગત કરાયા હતા. આ કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા. ગ્રામજનોએ મિશન મંગલમની બહેનો દ્વારા રજૂ કરાયેલા ધરતી કહે પુકાર કે નાટક થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ અંતર્ગતલાભાર્થીઓએ પણ સરકારની યોજનાઓના લાભથી જીવનમાં આવેલા પરિવર્તનોની અનુભૂતિ ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, અગ્રણીઓ ગમીરભાઈ ધામોત, ભરતભાઈ બારિયા, વિકાસભાઈ પંડ્યા, મલેકપુર સરપંચ, ધવલ પટેલ વાણીયાવાળા ગોરાડા સરપંચ પ્રહલાદસિંહ ચારણ અધિકારીઓ, કર્મચારીઓ, શાળા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.