Mahisagar Jilla Na Samachar – મહીસાગર જીલ્લાના સમાચાર

Mahisagar Jilla Na Samachar

લુણાવાડા, Mahisagar Jilla Na Samachar માં લુણાવાડા હિન્દોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીના રથનું સરપંચ સહીત ગ્રામજનોએ ઢોલ શરણાઈના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકિય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લાના લાઇવ સમાચાર

મહીસાગર જિલ્લાના લાઇવ સમાચાર: જયારે હિન્દોલીયા પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓનું બહુમાન કર્યું હતું. વધુમાં તેમણે યાત્રાના કાર્યક્રમના સ્થળ ઉપર ઉભા કરવામાં આવેલ યોજનાકિય પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ જાણકારી મેળવી કોઈપણ લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભ લેવા અપીલ કરી હતી.

મહિસાગર જિલ્લાના તાજા સમાચાર

મહિસાગર જિલ્લાના તાજા સમાચાર: આ Mahisagar Jilla Na Samachar કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત મિશન મંગલમ, કિસાન સન્માન નિધિ, આવાસ યોજના, પીએમજય યોજનાના લાભાર્થીએ પોતાને મળેલા લાભની વાત કરી હતી. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતું નાટક ધરતી કહે પુકાર કે રજુ કરવામાં આવ્યું હતું.

Mahisagar Jilla Na Samachar

Mahisagar Jilla Na Samachar

ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

વિવિધ યોજનાની માહિતી આપતી રથની સ્ક્રીન પર ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જીગર પંડ્યા, અગ્રણીઓ ગમીરભાઈ ધામોત, ભરતભાઈ બારિયા, રામાભાઈ, સરપંચો, અધિકારીઓ, કર્મચારીઓ, શાળા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

You May Also Be Interested in Other Topics –
1.મનરેગા ગુજરાત દાહોદ
2.ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ
3.ઝાલોદ તાલુકાના સમાચાર