મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે બાળ સંસ્કાર કેન્દ્રની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

મલેકપુર, તારીખ 24.05.2024ના રોજ ગાયત્રી શક્તિપીઠ મલેકપુર ખાતે સમગ્ર મહીસાગર જીલ્લાની બાળ સંસ્કાર કેન્દ્રની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ તાલીમ અમદાવાદ થી પધારેલા પ્રવીણભાઈ પંચાલ તથા જેન્તીભાઈ ઓઝાની ટીમ દ્વારા આપવામાં આવી. જેનો લાભ સમગ્ર મહિસાગર જીલ્લાના 150 જેટલા ભાઈ બહેનોએ લીધો જેમાંથી 30 ભાઈ-બહેનોએ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવાનો સંકલ્પ કર્યો. આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી અવની બા મોરી ઉપસ્થિત રહ્યા અને પ્રાસંગિક ઉદબોધન પણ આપ્યું સમગ્ર કાર્યક્રમ જીલ્લા સંયોજક જે.કે.પટેલ તથા મહીસાગર જીલ્લાના ગાયત્રી પરિવારના ભાઈ-બહેનો તથા મલેકપુર શક્તિપીઠ તથા મા ભગવતી મહિલા મંડળના સહયોગથી ઉપ સફળતાપૂર્વક સંપન્ન થયો.

આજના ભૌતિકતા ભર્યા વાતાવરણમાં ઉચ્ચ માનવીએ આદર્શો અને સિદ્ધાંતોની અપેક્ષા થઈ રહી છે. આસ્થાઓનું સ્તર વિકૃત અને ચિંતન નિષ્કૃષ્ટ બની જવાથી ઓનલાઇન ટિક્કતાની વૃદ્ધિ થઈ રહી છે. એવામાં ગાયત્રી પરિવારના સંસ્થાપક શ્રીરામ શર્મા આચાર્યજીનો સંકલ્પ છે કે મનુષ્યમાં દેવત્વ નું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણનું અવતરણ થાય એ હેતુથી આપણું રાષ્ટ્ર સમર્થ અને સશક્ત કેવી રીતે બને એ માટે આજનું બાળક જ ભવિષ્યમાં સમાજસેવક તથા રાષ્ટ્રનેતા બનવા જઈ રહ્યો છે. ત્યારે બાળકોની અંદર ભારતીય સંસ્કૃતિના સંસ્કારો માનવીય જીવન મૂલ્યોનો વિકાસ કેવી રીતે થાય અને જીવન જીવવાની યોગ્ય દિશાધારા બાળકોને પ્રાપ્ત થાય એ હેતુથી બાળ સંસ્કાર કેન્દ્રો સ્થપાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

જેમાં બાળકોની દિનચર્યા કેવી હોવી જોઈએ યોગ પ્રાણાયામ કેવી રીતે કરવા યાદ શક્તિ તથા બુદ્ધિ શક્તિ વધારવાના ઉપાય તથા બાળ નિર્માણની વાર્તાઓ જેવી સમગ્ર બાબતોને આવરી લઈ પ્રેક્ટીકલ પ્રયોગો પણ બતાવવામાં આવ્યા.