મહીસાગર, મહીસાગર જીલ્લામાં લુણાવાડા હાડોડ વરધરી રોડ ઉપર જુનો હયાત ડુબાઉ હાડોડ બ્રીજ આવેલ છે. જે હાલમાં જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રીજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ, વડોદરા દ્વારા નવીન હાઈલેવલ મેજર બ્રીજનું બાંધકામ કરવામાં આવેલ હોય આ હાઈલેવલ બ્રીજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે. જેથી જુના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રીજ બંધ કરેલ છે.
ઉપરોક્ત બાબત ધ્યાને લઈ ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહીતમાં જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જર્જરીત ‘જુના હાડોડ બ્રીજ’ ઉપર અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ -131 તથા કલમ-135 તથા ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી અત્રેથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.