મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાળના મુવાડા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચુંટણી યોજવામાં આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળામાં તાજેતરમાં બાળ સંસદની ચુંટણી શાળાના શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલના સુંદર આયોજનપણા હેઠળ યોજવામાં આવી હતી.જેમાં લોકશાહી ઢબે બાળ સંસદની ચુંટણી યોજવામાં આવી હતી.જેમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.બાળ સંસદની ચુંટણીમાં પાંચ બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી તથા મતદાન માટે બાળકોમાંથી પ્રિસાઈડીંગ ઓફિસર તથા પોલીંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવી હતી.મતદાનના દિવસે શાળાના તમામ બાળકોએ પોતાનો મત આપ્યો હતો.શાળાના શિક્ષક ચિરાગકુમાર પંચાલ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી.

જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા માછી કર્તવ્યકુમાર અશ્વિનભાઇ સૌથી વધુ મત મેળવીને મહામંત્રી તથા પ્રાર્થના મંત્રી બન્યા હતા તથા ધોરણ 5 માં અભ્યાસ કરતા માછી માનસીબેન મહેશભાઈ ઉપમહામંત્રી તથા મધ્યાહન ભોજન મંત્રી બન્યા હતા.ધોરણ 4 માં અભ્યાસ કરતા માછી કાર્તિકને શિક્ષણમંત્રી તથા પ્રવાસ પર્યટન મંત્રી તથા ધોરણ 4 માં અભ્યાસ કરતા માછી પ્રિયાબેનને પાણી મંત્રી તથા સફાઈ મંત્રી તથા ધોરણ 4 માં અભ્યાસ કરતા માછી દેવ્યાંશીબેનને આરોગ્ય મંત્રી અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા હતા.તમામ મંત્રીઓને શાળાના આચાર્ય સીમાબેન પટેલ અને શિક્ષક ચિરાગ પંચાલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને મંત્રી તરીકેની કામગીરીની સમજ આપવામાં આવી હતી.