- ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ સ્વાગત કાર્યક્રમ તા.ર4 એપ્રિલ-ર003થી શરૂ કર્યો હતો : બે દાયકા પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ.
- સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી સ્વાગત કાર્યક્રમનો કરાયો પ્રારંભ.
મહીસાગર,રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ સ્વાગત કાર્યક્રમ તા.ર4 એપ્રિલ-ર003થી શરૂ કર્યો હતો. નાગરિકોએ પોતાની ફરિયાદ અને રજૂઆતો માટે ઉચ્ચ કક્ષાએ કે સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી તંદુરસ્ત સ્થિતીના નિર્માણમાં આ સ્વાગત કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર003થી સ્વાગત અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
જે અંતર્ગત આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી મિટિંગ હોલ ખાતે જિલ્લા નિયામક ગ્રામ્ય વિકાસ એજન્સીનાં અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્ર્મની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અલગ અલગ ગામમાંથી આવેલા અરજદારોની સમસ્યાઓ ધ્યાન પૂર્વક સમજી દરેક અરજદાર સાથે વાત કરીને તેઓના પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા તેમજ તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ સ્થળ પર જ જેતે વિભાગના અધિકારીને લાવવા સૂચન કરાયા અને જરૂર પડ્યે માર્ગદર્શન અપાયું.
આ કાર્યક્રમમાં લુણાવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સંકલનના તમામ અધિકારી સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.