મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે વિવિધ સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

મહીસાગર,રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનના અસરકારક અમલીકરણ માટે ટીમ મહીસાગર સજ્જ બની છે. લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફીસરનાં નેતૃત્વ હેઠળ લુણાવાડાના મુખ્ય રસ્તાઓ તથા આંતરિક શેરીઓમાં ઝુંબેશના સ્વરૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફીસર એ નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે આપણે સહુ નગરજનોએ કચરો કચરા પેટી અથવા નગરપાલિકાના જે વાહનો નિયત કરવામાં આવ્યાં છે તેમાં જ નાખવા, આપણે સહુ સાથે મળીએ સ્વચ્છતા હી સેવા અભિયાનને સાચા અર્થમાં સાકાર કરીએ.