ખાનપુર,
ખાનપુરની પવિત્ર ભૂમિ ઉપર કલેશ્વરી ખાતે પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અને જન્માષ્ટમીને અનુલક્ષી લોકહૈયા હિલોળે ચડે તેવો ભવ્ય મેળો ભરાય છે. આ ભુમિ ઉપર 22 વર્ષથી દેશભરના લોક કલાકારો અને વિચરતી -વિમુક્ત જનજાતિના કલાકારો નોંધપાત્ર સંખ્યામાં ઉમટી પડે છે.
મહાન ગુજરાતી સર્જક પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવનમાં વર્ણન પામેલી નાયક-નાયિકાનુ મિલન સ્થાન બનતી અને પ્રેમને ઓળખથી એવી અજોડ ઘડીનો ઈતિહાસ આ કલેશ્વરીની નાળને પન્નાલાલ પટેલે વર્ષો પહેલાં પોતાના નવલકથામાં આલેખ્યો છે. એ ભૂમિ અને અલૈકિક પર્યાવરણીય મહત્વ ધરાવતા આ પ્રદેશમાં વર્ષમાં બે મેળા ભરાય છે. એક મહાશિવરાત્રી અને બીજો જન્માષ્ટમીએ કાઠીયાવાડમાં તરણે તરનો મેળો, કવાંટમા ભરાતો ગેરનો મેળો , દાહોદનો ગોળ ગધેડાનો મેળો,વ્યારાનો ઘોડાપીરનો મેળો, તેવી જ રીતે કલેશ્વરીમા શિવરાત્રીનો મેળો, જનજાતિ કલાકાર કવિ અને લેખકોનો મેળો લોકહૈયાને હિલોળે ચઢાવે છે. વિચરતા વિમુક્ત તેમજ આદિવાસી સહિત ગ્રામિણ સમુદાયો પોતાની નીજ જીવન પદ્ધતિને આજના રોકેટ ગતિના જમાનામાં પણ ગૌરવ પુર્ણ રીતે જાળવી સમાજ અને સરકાર તરફથી રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય અને વિકાસના ફળમાં ભાગીદારીની માંગ સાથે આગામી મહાશિવરાત્રીના મેળામાં મહારાષ્ટ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત સમગ્ર દેશભર માંથી વિચરતી-વિમુક્ત જનજાતિના જાણકાર કલાકારો આવનાર છે.