મલેકપુર,મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપુર ગામના ઘાટી ફળીયામાં રહેતા ખાંટ માંનાભાઈ લક્ષ્મણભાઈના ઘર આગળ સવારના 5 વાગ્યે 4 ફુટ લાંબો મગર જોવા મળતા ખાનપુર વન વિભાગને જાણ કરતાં ખાનપુર ફોરેસ્ટના જે.બી. ગોહિલ, કાયમી વોચમેન કે.પી. રાઠોડ તેમજ આર.આર.માલીવાડ દ્વારા મગરનું રેકસ્યુ કરી કારંટા ખાતે આવેલ ભાદર નદીમાં સહીસલામત છોડી મૂકવામાં આવ્યો હતો.