
મહિસાગર,
મહિસાગર જીલ્લાનાં કડાણા તાલુકાના ઝાલાસર ગામે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં કૃષિ મેળાનુ આયોજન થયેલ હતું. કાર્યક્રમમાં સમગ્ર મેળા દરમિયાન પ્રાકૃતિક ખેતી અંગે સ-વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રામાભાઇ બારીયા દ્વારા પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેમ કરવી, આપણા માટે કેટલી ફાયદાકારક છે અને આવકમાં પણ કેટલી ઉપયોગી છે, એ અંગે સવિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે ખેડુતોને આવકારીને ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે અને આપના દેશના વડાપ્રધાનનું સપનું સાકર કરીને દેશની આવક તેમજ આરોગ્યમાં વધારો કરે એ માટે માગર્દશન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દીઠ 75 થી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને ડોક્ટર તેમજ રોગોને પોતાનાથી દૂર રાખે તે માટે આહવાન કર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે કંઈ પણ મદદ અથવા કઈ માર્ગદર્શન તેમજ કોઈ મુશ્કેલીમાં કોઈ જરૂર હોય તે માટે તેમને જરૂરીયાત પુરી પાડવા માટે કટીબધ્ધ છીએ પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો પોતાની આવક વધારી શકે પોતાને રોગો અને હોસ્પિટલથી દૂર રાખી શકે અને સમાજમાં તંદુરસ્તી નો દાખલો બેસાડી શકે એ અંગે માહિતગાર કર્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારી એ પણ પ્રાકૃતિક ખેતી વિશે આજના યુગમાં પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, આવક વધારવા માટે ઝીરો બજેટ ની ખેતી એ ખેડૂત માટે ઉપયોગી બનશે. એ અંગે ખેડુતોને હલકા ધાન્ય વિશે માહિતગાર કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાકૃત ખેતી વિશે ભાર મુકવામાં આવ્યો હતો. તમામ વક્તાઓએ પ્રાકૃતિક ખેતીનો પાયાનો ઉદ્દેશ શું છે અને ખેતી કેમ કરવી એ માટે માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમના અંતમાં ખેતીવાડી ખાતાના સ્ટોલ આઈ સીડીએસ નું સ્ટોલ, મકાઈ સંશોધનમાં સ્ટોલ વગેરેની મંચસ્થ મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત કરી હતી.
આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના અધિકારી, મકાઈ સંશોધન કેન્દ્રના અધિકારી , ખેતીવાડી અને આત્માના કર્મચારીએ, ખેતી કરતા ખેડૂતો તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળયેલ જિલ્લા અને તાલુકાના સંયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા.