મહીસાગર જીલ્લાના કડાછલા ચોકડી પાસે આવેલ શંતિસાગર તળાવ પર વિદેશી પક્ષીઓ જોવા મળ્યા

લુણાવાડા,લુણાવાડા તાલુકાના કડાછલા ગામનું શાંતિસાગર તળાવ કડાછલા ચોકડીથી નજીક બાલાસિનોર -વીરપુર મુખ્ય માર્ગ પર આવેલ છે. તળાવની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગના કારણે રોડની બંને બાજુએ રમણીય દ્રશ્ય જોવા મળે છે. તળાવ ખુબ છીછરૂં છે, જે વર્ષો થી વરસાદના પાણી આધારિત હતું. જેનાથી રવી સીઝન દરમિયાન જ ખાલી થઈ જતું હતું. હાલ છેલ્લા 5 વર્ષ થી સુજલામ સુફલામ કેનાલની યોજનાના જોડાણનો લાભ મળતા તળાવ ઉનાળા સુધી ભરાયેલ રહે છે. જેના ફળ સ્વરૂપ છેલ્લા ત્રણ વરસ થી આ સીઝન દરમ્યાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. ત્યારે રમણીય વાતાવરણ જોવા મળે છે અને પાણી ઓછું થતાં વિદેશી પક્ષીઓ પરત ફરી જાય છે. જેવી રીતે નળસરોવરમાં વિદેશી પક્ષીઓની કાળજી લેવામાં આવે છે, તે મુજબ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આ શાંતીસાગર તળાવ આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે.