- કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે કપડવંજના ઘડિયા ખાતે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી
- સુસાઇડ નોટમાં કપડવંજના આર એન બી ના અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ
મહિસાગર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખાંભા ગામે રહેતા કનુભાઈ સોમાભાઈ પટેલ કે જેઓ છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટર ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ કપડવંજ સાઈડ ઉપર રોડ રસ્તાઓની કામગીરી કરતા હતા ત્યારે રોડ રસ્તાની કરેલી કામગીરીના બિલના નાણા કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલની સમયસર ન મળવા પામતો તેઓ પોતે ખૂબ જ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને આમ આર્થિક મુશ્કેલીઓના કારણે કોન્ટ્રાક્ટર કનુભાઈએ કપડવંજ તાલુકાના ઘડિયા ગામે એક ઝાડ ઉપર લટકી જઈને પોતાના જીવનનો અંત લાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આત્મહત્યાના બનાવ બાદ કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ પાસેથી તેમણે લખેલી એક સુસાઇડ નોટ મળવા પામી છે સુસાઇડ નોટમાં કપડવંજ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયા અને એસ ઓ ગુપ્તાના નામનો ઉલ્લેખ કરવામાં આવેલું છે અને જણાવેલ છે કે ઉપરોક્ત બંને અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી તેમના બિલો પાસ કરતા ન હતા જેના કારણે કનુભાઈ કોન્ટ્રાક્ટર આર્થિક સંકળામણ નું ભોગ બનતા અંતે સુસાઇડ નોટમાં તેમનું ઉલ્લેખ કરીને તેમણે આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દીધો છે સુસાઇડ નોટ માં જણાવ્યા અનુસાર ચાર કરોડ 72 લાખથી વધારે રકમ તેઓને લેવાની બાકી નીકળતી હોય એવું પણ જણાવ્યું છે. સુસાઇડ નોટમાં કપડવંજના આર એન બી વિભાગના અધિકારી તેમજ શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડા ના વહીવટદારોના નામનું ઉલ્લેખ કરીને તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું કરેલા કામોના બિલોના નાણા માટે કનુભાઈએ અધિકારીઓ સાથે રૂબરૂમાં મીટીંગો કરી હતી તેમજ બાકી બિલોના નાણાં માટે ખૂબ જ આજીજી પણ કરી હતી તેમ છતાં પણ તેમની નાણાં ચૂકવવામાં આવ્યા ન હતા. જેથી કામની પ્રગતિ પણ રોકાઈ જવા પામી હતી તદ ઉપરાંત કામ શરૂ રાખવા માટે અધિકારીઓ દ્વારા નોટીશો પણ આપતા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ છે. નાણાં સમયસર ન મળવાથી સ્ટાફનો પગાર પણ થઈ શકતો ન હતું જેથી સ્ટાફ પણ વેરવિખેર થઈ ગયો હતો. એક બાજુ પૈસા હતા નહીં જ્યારે બીજી બાજુ કામ ચાલુ રાખવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું તદ ઉપરાંત જે વેપારીઓ પાસેથી માલ સામાન લાવેલ હતો તેમના નાણાં બાર માસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં પણ ચૂકવી શક્યો ન હતું જેથી નવો માલ વેપારીઓ આપતા પણ ન હતા. આમ પારાવાર આર્થિક મુશ્કેલીઓનો ભોગ બનીને અંતે કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે પોતાનું જીવન ટૂંકાવી લીધું. પોલીસ ધટના સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી કરીને મરણજનાર કનુભાઈ પટેલની લાશની પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.
જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા સુસાઇડ નોટ ના આધારે અન્ય ઈસમોની તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ નો પુત્ર પણ ગોધરા ખાતે આર એન બી વિભાગમાં સારા હોદ્દા ઉપર ફરજ બજાવતા હોવાનું સામે આવવા પામ્યું છે ત્યારે કનુભાઈ પટેલ દ્વારા આત્મહત્યાનું અંતિમ પગલું ભરતા સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરીને આરએનબી વિભાગના અધિકારીઓ, શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડા ના વહીવટદારો ની સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે પોલીસ દ્વારા વિગતવાર સુસાઇડ નોટમાં જણાવેલ નામવાર તમામ વ્યક્તિઓની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલ ની ની આત્મહત્યાના પગલે સમગ્ર કોન્ટ્રાક્ટર હાલમાં પણ ભારે ખડભરાટ મચી જવા પામ્યો છે.