મહીસાગર, ભારતની પરંપરાગત ખેત પેદાશોની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનની હિમાયતનાં પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
તે અંતર્ગત રાજ્ય કક્ષાએથી મિલેટ વર્ષ દરમિયાન મિલેટ માંથી બનતી વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનાં મુવાડા ગામના બહેનો દ્વારા આયોજન કરી ઉજવણી કરેલ હતી. જેમાં મિલેટમાંથી બનતી વિવિધ વાનગી બનાવવામાં આવી હતી.
આ સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ આઇ.સી.ડી.એસ.ના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી મિલેટ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગી વિશે જાગૃતતા કેળવવી, પરંપરાગત ધાન્યના ઉપયોગ અંગે જાગૃતતા ફેલાવવાનો અને ટી.એચ.આર. અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવાનો છે.
આ પ્રસંગે સરપંચ, હેલ્થ ઓફિસર, મુખ્ય સેવિકા અમી પટેલ, પાપા પગલી પ્રોજેક્ટ સુપરવાઇઝર કોમલ પુવાર, શાળાના શિક્ષકો અને આઇ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.