મહિસાગર જીલ્લાના બાલાસીનોર ખાતે જી.આઈ.ડી.સી.ના ગોડાઉન માંથી 21 લાખની ચાયનીઝ દોરી ઝડપાઈ

મહીસાગર,

મકરસંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે, આંમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 21 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે. રાજ્યમાં મકરસંક્રાંતિ તહેવારને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં પોલીસે પણ આ તહેવારને લઈ સતર્ક જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડી પાડવામાં આવી રહી છે. ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાલાસિનોર પોલીસને બાતમીના આધારે મોટી સફળતા મળી છે. બાલાસિનોર ખાતે આવેલી જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં રેડ કરતા 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. 12,542 નંગ ફીરકીઓ કિંમત 21 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપ્યો.

જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઈના દોરીનો જથ્થો મળી આવ્યો. અંદાજીત એક આઈસર ટેમ્પો અને છકડો ભરાય તેટલો ચાઈના દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જિલ્લામાં આટલો બધો પ્રતિબંધિત અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરી જથ્થો આવ્યો ક્યાંથી એક મોટો સવાલ.12,542 નંગ ફીરકીઓ સહિત કુલ 21,28,180 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે. આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે આરોપી ઈદ્રીસ શેખ ફરાર થયો છે.