બાલાસિનોર પોલીસ દ્વારા હર ઘર તિરંગા અભીયાના અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. દેશની આનબાન અને શાન એવા તિરંગાને ફરી આપણા આંગણે ફરકવાનો અમુલો અવસર સાંપડ્યો છે. આઝાદીના 78 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના ઘેર કાર્ય સ્થળે દુકાન અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આવવાન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બાલાસિનોર પોલીસ સ્ટેશન પીઆઇ એ.એન.નિનામા તથા સ્ટાફ ધ્વરા પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર બસ સ્ટેન્ડ થી લઈને રજપૂરી દરવાજા ખાતે તિરંગા વિતરણ કરાયું હતું. આ ઉપરાંત માર્ગો પર ઉભી રહીને વાહનચાલકોને તેમજ પસાર થતા રાહદારીઓને તિરંગાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.