મલેકપુર, ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવી છે. જેમાં 164 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયત રાજય સેવા વર્ગ-3ના 19 કર્મચારીઓને હંગામી ધોરણે કામ ચલાઉ તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં બઢતી સાથે નિમણુંક કરવામાં આવી છે. આ બદલીઓમાં મહિસાગર જિલ્લામાં પણ વિરપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એ.એમ.પંડ્યાની બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ખાનપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કૃણાલ આર.ડામોરની દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા નિધિરાજ પટેલની જિલ્લામાં જ લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લા પંચાયતમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા જયકુમાર ચોૈધરીની જિલ્લામાં જ વિરપુર તાલુકા વિકાસ અધિકારી બદલી કરવામાં આવી છે. લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પારસ એ.ચોૈહાણની ગાંધીનગર ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં ચીટનીશ તરીકે બદલી કરવામાં આવી છે. કડાણા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કે.ગરાસિયાની પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કુ.જૈમીની પટેલની મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આહવા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા યજ્ઞેશકુમાર અડની મહિસાગર જિલ્લામાં ખાનપુર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં લીલીયા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કુ.હેતલ કટારાની મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કુ.અવની તબિયારની મહિસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આમ જિલ્લામાં તમામ છ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની નવનિયુક્તિ થઈ છે.