મહીસાગર જીલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટેનો નિ:શુલ્ક કેમ્પ સ્થગિત રાખવામાં આવેલ છે

મહીસાગર એસ.આર.ટ્રસ્ટ ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ(એલીમ્કો)ની અધિકૃત ફેબ્રિકેટીંગ એજન્સી, રતલામ, મધ્ય પ્રદેશ તથા જીલ્લા વહીવટીતંત્ર મહીસાગરના ઉપક્રમે મહીસાગર જીલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કુત્રિમ અવયવો અને કેલિપર્સ માટે એસેસમેન્ટ કરીને કેમ્પના સ્થળે જ વિનામૂલ્યે પૂરા પાડવા અંગે કેમ્પનું આઓજન તા.15/02/2024 થી 20/02/2024 દરમ્યાન યોજાનાર હતો. જે હાલમાં સ્થગિત રાખવામાં આવેલ છે, તેમ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.