મહીસાગર,
આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022ને ધ્યાનમાં રાખી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિ અર્થેની પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની વી.ડી.માયાવંશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત મોકપોલ યોજવામાં આવી હતી. અને જાણે કે વાસ્તવિક મતદાન યોજાઈ રહ્યું હોય તે રીતે અમુક બાળકો મતદાતા બન્યા અને અન્ય બાળકો ચુંટણી કામગીરી કરતા કર્મચારી અને અધિકારીઓ બન્યા. આમ, ચુંટણી પંચના તમામ નિયમોનુ તથા યાઈડલાઈન મુજબ મતદાનની પ્રક્રીયા થાય તે રીતે મોકપોલનું આયોજન થંયુ. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.