ખારોલ,નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારના પગલે મહિસાગર જિલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા 27 કોન્ટ્રાકટરોને ડિબાર કરવામાં આવ્યા છે.
જિલ્લાના જે ગામોમાં વાસ્મો યોજનામાં કોન્ટ્રાકટરો દ્વારા કામ પુર્ણ કરાયા નથી અથવા તો ભ્રષ્ટાચાર કરી નલ સે જલ યોજનામાં ખોટા બિલો પધરાવીને મોટાભાગે ખાઈકી કરી લેવામાં આવતા મહિસાગર જિલ્લામાં 27 એજન્સીઓને 3 વર્ષ માટે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના કામોમાં ભાગ લઈ શકશે નહિ તેવા ગાંધીનગર કચેરીના આદેશની કોન્ટ્રાકટરોમાં સન્નાટો છવાઈ ગયો છે. નલ સે જલ યોજનામાં 2019થી 2024 સુધી 2,53,36,98,552 જેટલી માતબર રકમ વપરાઈ ગઈ છે. જેમાં સંતરામપુર તાલુકામાં વધુ 109 કરોડ રૂપિવા વાસ્મો વપરાઈ ગયાના આંકડા ખાતાકિય તપાસમાં આવેલી છે. મહિસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા ભ્રષ્ટાચારના પગલે યુનિટ મેનેજર સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. અને તરત જ નવા યુનિટ મેનેજર ગીરિશભાઈ આગોલા અને નવી ટીમ મુકી હતી. વાસ્મો યુનિટ મેનેજર ગીરિશભાઈ આગોલા દ્વારા ખાાકિય તપાસ કરાતા 111 કોન્ટ્રાકટરોની થોડા દિવસ અગાઉ વાસ્મો કે પાણી પુરવઠા યોજનામાં ટેન્ડર ભરી શકશે નહિ ના આદેશ ગાંધીનગર સ્થિત કચેરીથી કરવામાં આવ્યા હતા. બાદ સંપુર્ણ તપાસ કરાતા મહિસાગર જિલ્લા યુનિટ મેનેજર ગીરિશ અગોલાના મોકલવામાં આવેલા ખાતાકિય તપાસના આદેશોને ગાંધીનગર સ્થિત ઈજનેર દ્વારા 27 એજન્સીઓને ડિબાર કરી છે. જે કોન્ટ્રાકટરો કે એજન્સીઓ ત્રણ વર્ષ સુધી પાણી પુરવઠા યોજનામાં કે વાસ્મો યોજનામાં કામ કરી શકશે નહિ તા.01/04/2019થી આજની તારીખ સુધીમાં 2,59,36,98,552 રૂપિયા યોજનામાં વપરાયા છે.