મલેકપુર, મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર સહિત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ખેડૂતોની મકાઈનો પાક વાડામાં મકાઈ કાઢેલી વરસાદમાં પલળી ગયો હતો. ત્યારે વાવાઝોડું અને વરસાદીમાં સર્જાતા જ ખેડૂતોમાં દોડધામ જોવા મળી હતી. ત્યારે મહીસાગર જીલ્લાના વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ત્યાં કરા પડ્યા હતા. મહીસાગર જીલ્લાના સમગ્ર તાલુકાઓમાં વરસાદી માહોલ થયો હતો.
મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા, લુણાવાડા, વીરપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગરમી માંથી મહીસાગર જીલ્લાવાસીઓએ વરસાદ થતાં જ ગરમીમાંથી ઠંડક મેળવી હતી. મહિસાગર જીલ્લામાં વરસાદ વરસતા ઠંડક ભર્યું વાતાવરણ થયું. મલેકપુર પંચાગમાં વરસાદી માહોલ સર્જાતા જ મકાઈનો પાક પલળતા જ ખેડૂતો મકાઈ અને ઘરમાં લઈ જતા તસવીરમાં નજરે પડે છે.